To sign my guestbook, you need to signin first.
SANJAY9898 12 years ago
ચાલુ છુ તમારા પગલા ની પાછળ
સાથે જીવનભર ચાલી શકું
એવા મારા નસીબ ક્યાં...
જોવું છું દુનિયા નજરો થી તમારી
તમારી નજરો હું વસી શકું
એવા મારા નસીબ ક્યાં ...
સાંભળું છુ મારા અવાજ માં પડઘો તમારો
તમારા એવા અવાજ તમે સમજી શકો
એવા મારા નસીબ ક્યાં ...
લખું છું નામ તમારું હાથ માં મારા
હોય રેખા તમારા નામ ની હાથ માં
એવા મારા નસીબ ક્યાં ...
કરું છું પ્રેમ તમને ભૂલી મારું વ્યક્તિત્વ
હું "હું" મટીને "તમે" થઇ જાવ
મારા એવા નસીબ ક્યાં ...